Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયત માટે જેપર ગામમાં આજે પુન:મતદાન યોજાશે.

hellogujaratnews24x7@gmail.com April 27, 2026
file_00000000b78c71fa92507b415fd26861

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એક મતદાન મથક પર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેમાં (૨-ચુડા-૧) સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત મતદાર વિભાગ અને (૬-ચુડા-૧) તાલુકા પંચાયત મતદાર વિભાગ હેઠળ આવતા જેપર ગામના મતદાન મથક નં. ૪/૫ (નવી પ્રાથમિક શાળા, રૂમ નં. ૧, નવી પંચાયત, જેપર) ખાતે EVMના કંટ્રોલ યુનિટ (CU) અને બેલેટ યુનિટ (BU)માં ટેકનીકલ ખામી ઉભી થતા મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ થતા મતદાન થઈ શક્યું નહોતું. આથી ચૂંટણી અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ મતદાન મથક પર પુનઃમતદાન યોજવા માટેની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પરિસ્થિતિને ધ્યાને લઈને માંગ ગ્રાહ્ય રાખીને જેપર ગામના આ મતદાન મથક પર પુનઃમતદાન માટેની મંજૂરી આપવામાં આવી છે. જેના ભાગરૂપે આજે તા.૨૭ એપ્રિલને સોમવારના રોજ જેપર મતદાન મથક (નવી પ્રાથમિક શાળા, રૂમ નં. ૧) ખાતે ફરી મતદાન યોજાશે. જે પુન:મતદાનનો સમય સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. આથી આ વિસ્તારના તમામ મતદારો અને જાહેર જનતાને આ ફેરફારની ખાસ નોંધ લેવા અને નિયત સમયે મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા અસામાજીક પ્રવૃતિ કરતા ૦૮ શખ્સોને તડીપાર કરાયા
Next: સુરેન્દ્રનગર જીલ્લામાં આજે ૩૦ થી વધુ સ્થળો પર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મત ગણતરી યોજાશે

Related News

file_00000000fe74720b9004f0793dd18a6e

ચુડાના નાગનેશ ગામની સીમમાંથી વન વિભાગની ટીમે દીપડાને પકડી પાડતા હાશકારો…

hellogujaratnews24x7@gmail.com May 12, 2026

Recent Posts

  • વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…
  • સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.
  • સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…
  • મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…
  • સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

Recent Comments

No comments to show.

Archives

  • September 2026
  • July 2026
  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_00000000a8ec820bb38caa52405394a5

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

hellogujaratnews24x7@gmail.com September 14, 2026
file_0000000029308208bc6daf60e576ed0c

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

hellogujaratnews24x7@gmail.com July 30, 2026
file_00000000265c81fb8789c7e1dacc6803

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

hellogujaratnews24x7@gmail.com July 18, 2026
file_000000005058720b9a44672e35045dbb

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

hellogujaratnews24x7@gmail.com July 7, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.