Skip to content

Primary Menu
  • Surendranagar
  • Wadhwan
  • Sayla
  • Muli
  • Limbdi
  • Lakhtar
  • Dhrangadhra
  • Dasada
  • Chotila
  • Chuda

સુરેન્દ્રનગર જીલ્લામાં આજે ૩૦ થી વધુ સ્થળો પર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મત ગણતરી યોજાશે

hellogujaratnews24x7@gmail.com April 27, 2026
file_00000000264871f5ac750abb173a96dc

સુરેન્દ્રનગર જીલ્લામાં ગત તા.૨૬ એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ આજે તા.૨૮ એપ્રિલના રોજ સવારના ૦૯.૦૦ વાગ્યા થી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અલગ અલગ ૩૦ થી વધુ સ્થળો પર મત ગણતરી હાથ ધરવામાં આવશે. ગત તા.૨૬ એપ્રિલના રોજ થયેલ મતદાન પર નજર કરીએ તો સતાવાર રીતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડ માટે ફુલ ૫૪.૬૭%, સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની ફૂલ ૩૨ બેઠક માટે ૬૩.૭૬%, ૧૦- તાલુકા પંચાયત માટે ૬૪.૨૬% અને ૦૫-નગરપાલિકા માટે ૬૩.૦૧% મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફૂલ ૩૭૭ બેઠકોમાંથી ૩૮ બેઠકો બિનહરીફ બની હતી અને બાકીની ૩૩૯ બેઠકો માટે ફૂલ ૧૧,૬૦,૫૩૫ મતદારો નોંધાયા છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત ફૂલ ૯૩૯ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સિલ થયા હતા. ચુડા તાલુકાના જેપર મતદાન મથક સિવાય જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. ત્યારે આજે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે શહેરની એમ.પી.શાહ આર્ટસ કોલેજ ખાતે તેમજ વઢવાણ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની બેઠકો માટે ૬૦ ફૂટ રોડ પર આવેલ મહિલા આઈટીઆઈ ખાતે અને જે તે તાલુકા મથકો ખાતે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની સવાર થી મતગણતરી હાથ ધરવામાં આવશે અને બપોર સુધીમાં મતગણતરી પૂર્ણ થતા હાર અને જીતનું ચિત્ર સ્પષ્ટ થશે.

Share this post:

Share on Facebook Share on X (Twitter) Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત અને ચુડા તાલુકા પંચાયત માટે જેપર ગામમાં આજે પુન:મતદાન યોજાશે.
Next: સુરેન્દ્રનગર જીલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં ભાજપની શાનદાર જીત : વિપક્ષોના સુપડા સાફ…

Related News

file_000000008b1072089dcdbcbc18037133

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

hellogujaratnews24x7@gmail.com June 11, 2026
file_00000000a86471faa0f31c82bb44720e

ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

hellogujaratnews24x7@gmail.com June 9, 2026
file_00000000c7d47208abecb20c9a23cf06

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

hellogujaratnews24x7@gmail.com May 28, 2026

Recent Posts

  • સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…
  • ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…
  • ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતો પાવરગ્રીડ કંપની સામે આક્રમક રીતે લડી લેવાના મુડમાં…
  • સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….
  • સાયલા-સુદામડા ચોકડી પાસે થી રાજકોટ રેન્જ IG ની ટીમે નકલી DYSPને ઝડપી પાડતા ચકચાર…

Recent Comments

No comments to show.

Archives

  • June 2026
  • May 2026
  • April 2026

Categories

  • Chotila
  • Chuda
  • Dasada
  • Dhrangadhra
  • Lakhtar
  • Limbdi
  • Muli
  • Sayla
  • Surendranagar
  • Than
  • Wadhwan

You may have missed

file_000000008b1072089dcdbcbc18037133

સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતમાં ચેરમેનોની વરણીનું કોકડું ગૂંચવાયું, ફરી બેઠક રદ થતા રાજકારણ ગરમાયું…

hellogujaratnews24x7@gmail.com June 11, 2026
file_00000000a86471faa0f31c82bb44720e

ચુડાના ચોકડી ગામના કુખ્યાત મહાવિરસિંહ સિંધવનું અમદાવાદ ખાતે મોત નીપજતા અનેક ચર્ચાઓ…

hellogujaratnews24x7@gmail.com June 9, 2026
file_00000000818072079255a90a5b273c02

ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડુતો પાવરગ્રીડ કંપની સામે આક્રમક રીતે લડી લેવાના મુડમાં…

hellogujaratnews24x7@gmail.com June 3, 2026
file_00000000c7d47208abecb20c9a23cf06

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને મળ્યા પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન સહિતના હોદેદારો….

hellogujaratnews24x7@gmail.com May 28, 2026
Copyright © All rights reserved. | MoreNews by AF themes.