Surendranagar

સુરેન્દ્રનગરના રતનપરને પોપટપરા વિસ્તાર સાથે જોડતા રસ્તાના પુનઃનિર્માણની કામગીરી શરૂ થતા સ્થાનિકોમાં આનંદની લાગણી

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારને પોપટપરા વિસ્તાર સાથે જોડતા માર્ગના પુનઃનિર્માણની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવતા વાહન ચાલકો સહિત લોકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ ચોમાસા દરમિયાન ભોગાવો નદીમાં પાણીના પ્રવાહને કારણે આ માર્ગનું વારંવાર ધોવાણ થતું હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. જેમાં ખાસ કરીને રતનપર વિસ્તારમાં વસવાટ કરતા હજારો લોકોને સુરેન્દ્રનગર શહેરમાં અવરજવર કરવા માટે મુશ્કેલીઓ ઊભી થતી હતી. ત્યારે હાલમાં રસ્તાના રિપેરિંગ કામ માટે જેસીબી સહિતના સાધનો દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું છે અને આગામી બે થી ત્રણ દિવસમાં રસ્તો વાહન વ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. આ સાથે જ દર વર્ષે ચોમાસામાં ઉભી થતી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે ભવિષ્યમાં અહીં પુલ બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ તકે વોર્ડ નંબર ૧૦ ના ભાજપના મહાનગરપાલિકાના ઉમેદવારો ભાવેશભાઈ પ્રજાપતિ, નિખિલભાઈ ચાંપાનેરી, સોનલબેન દવે, જશુબેન વેગડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago