Muli

મુળીના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજનું સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય મહાસંમેલન યોજાયું

મુળી તાલુકાના માનપર ગામે સમસ્ત કોળી ઠાકોર સમાજ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. સંમેલનમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુળી-૦૨ જિલ્લા પંચાયત બેઠક પર રાજુ કરપડાના મુકાબલે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પનારાને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું। આગેવાનો દ્વારા જણાવાયું હતું કે મુળી તાલુકામાં કોળી ઠાકોર સમાજની ૧૪,૦૦૦થી વધુ વસ્તી હોવા છતાં આ બેઠક પર અન્ય પક્ષમાંથી ભાજપમાં જોડાયેલા વ્યક્તિને ટિકિટ આપવી એ સમાજ સાથેનો અન્યાય છે. આ સંમેલનમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ તમામ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે જનતાને અપીલ કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે રૂપિયા વડે ક્યારેય ચૂંટણી જીતી શકાય નહીં. તેમણે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે જો પૈસાથી ચૂંટણી જીતી શકાતી હોય તો તેઓ બનાસકાંઠામાં તેમની સામે ચૂંટણી લડી બતાવે. જ્યારે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે ભાજપ કોળી ઠાકોર સમાજના આગેવાનોને એક જ વખત ટિકિટ આપે છે અને પછી કાપી નાખે છે. તેમણે શામજીભાઈ ચૌહાણ, દેવજીભાઈ સહિતના આગેવાનોના ઉદાહરણ આપીને આક્ષેપ કર્યો કે ભવિષ્યમાં પણ આવી જ સ્થિતિ સર્જાશે. આ મહાસંમેલનમાં ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર, ઋત્વિક મકવાણા સહિતના હોદેદારો, આગેવાનો, કાર્યકરો તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago