Limbdi

લીંબડી તા.પંચાયતના પુર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણાને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ જીલ્લા ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયા

લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિરુદ્ધ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપોને લઈ જીલ્લા ભાજપ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પાર્ટીની લાઇનથી વિખૂટા જઈ અન્ય પક્ષના ઉમેદવારોના પ્રચારમાં જોડાયેલા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જે અંગે મળતી માહિતી મુજબ જીલ્લા ભાજપ દ્વારા લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ છત્રસિંહ રાણાને પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી ૦૬ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી થી જીલ્લાના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે અને ચૂંટણી પૂર્વે જ આંતરિક મતભેદો સામે આવ્યા છે. જ્યારે આ મુદ્દે શિયાણી જીલ્લા પંચાયત બેઠકના ભાજપ ઉમેદવાર ભગીરથસિંહ રાણાએ પણ જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સમક્ષ રજૂઆત કરી હતી. જો કે ચૂંટણી પહેલા જ પક્ષ દ્વારા આવા કડક પગલાં લેવામાં આવતા રાજકીય વાતાવરણમાં ગરમાવો વ્યાપી ગયો છે.જે મામલે લીંબડી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કૃષ્ણસિંહ રાણાએ ભાજપ પક્ષની કામગીરીમાંથી પોતાને મુક્ત કરવાની માંગ અગાઉ કરી હોવાનું અને પોતાના પર લગાવાયેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે આ આક્ષેપો સંપૂર્ણપણે ખોટા અને પાયા વિહોણા છે. તેમજ તેઓ છેલ્લા ૩૦ વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે અને ૧૫ વર્ષ સુધી તાલુકા પંચાયતમાં સતત વિજેતા બની સેવાઓ આપી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ હાલમાં ખાનગી કોન્ટ્રાકટર તરીકે કામગીરી કરી રહ્યા છે, તેમજ અમદાવાદ ખાતે તેમની ફેક્ટરી છે અને વિવિધ સામાજીક તથા સેવાકીય સંસ્થાઓમાં માનદ સેવા આપી રહ્યા છે. આથી સામાજીક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં વ્યસ્તતા વધુ હોવાથી આગામી ૦૬ મહિના સુધી પક્ષની કામગીરીમાંથી મુક્તિ આપવા માટે તેમણે ભાજપ પાસે લેખીત રજૂઆત કરી છે.

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago

ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ SIR JADEJA’S હોટલ એ ઝાલાવાડનું નામ દેશ સહિત વિદેશમાં રોશન કર્યું…

તાજેતરમાં મહારાષ્ટ્રના મુંબઈ ખાતે જુન ૨૦૨૬માં યોજાયેલ food connoisseurs india (ખાદ્ય કલા, ખોરાક નિષ્ણાંત )…

3 months ago