Chotila

ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ.ટી.મકવાણા દ્વારા અસામાજીક પ્રવૃતિ કરતા ૦૮ શખ્સોને તડીપાર કરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ૦૮ શખ્સોને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કર્યા છે. જે અંગે મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી ચોટીલા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં અમુક શખ્સો દ્વારા દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. આ શખ્સો માથાભારે અને ઝનૂની સ્વભાવના હોવાના કારણે લોકોની શાંતિ અને કાયદો-વ્યવસ્થાને અસર ન પહોંચે તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે તે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તમામ શખ્સો વિરુદ્ધ દરખાસ્ત તૈયાર કરી ડીવાયએસપી મારફતે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરને મોકલવામાં આવી હતી. ત્યારબાદ તમામ શખ્સોને ન્યાયના હિતમાં પોતાનો બચાવ રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. સુનાવણી પૂર્ણ થયા બાદ કેસ ઠરાવ પર લઈ, સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 

hellogujaratnews24x7@gmail.com

Recent Posts

વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના ભાતીગળ લોકમેળાને ખુલ્લો મુકવામાં આવ્યો…

સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…

6 days ago

સુરેન્દ્રનગર મનપા કચેરી ખાતે જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલવાની માંગ સાથે સિનિયર સિટીઝનો અને જાગૃત નાગરિકોએ રજૂઆત કરી.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…

2 months ago

સુરેન્દ્રનગર બહુચર્ચિત જમીન કૌભાંડમાં પુર્વ P.A. જયરાજસિંહ ઝાલા સામે રૂ.૧.૩૪ કરોડની અપ્રમાણસર મિલકત અંગે ACBમાં ફરિયાદ નોંધાઈ…

Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…

2 months ago

મુળી તાલુકાના ગોદાવરી, દિગસર, દાણાવાડા સહિત ૦૫ થી વધુ ગામોને જોડતા પુલ પર ગાબડું પડતા લોકોને હાલાકી…

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…

2 months ago

સુરેન્દ્રનગર જીલ્લાના જમીન કૌભાંડ મામલે પુર્વ કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને હાઈકોર્ટનો વધુ એક ઝટકો…

સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…

3 months ago

પાટડી રણ વિસ્તારમાં ૫૦૦૦ એકર જમીન ખાનગી કંપનીને ભાડાપટ્ટે ફાળવતા અગરિયાઓ લડી લેવાના મુડમાં…

દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…

3 months ago