ચુડા તાલુકાના નાગનેશ ગામની સીમમાં છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમયથી દીપડો દેખાવાથી સ્થાનિક ગ્રામજનો સહિત ખેડુતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. જે અંગે સ્થાનિક આગેવાન અને ગામના સરપંચ સહિતનાઓએ વન વિભાગની ટીમને જાણ કરી હતી. આથી રાણપુર ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી નાગનેશ ગામની વાડી વિસ્તારમાં પાંજરું મુકી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને દીપડાને પાંજરામાં સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. જ્યારે વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું સફળ રેસ્ક્યુ થતાં ગ્રામજનો અને ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે છેલ્લા એક અઠવાડિયા કરતા પણ વધુ સમય થી ચુડા તાલુકામાં દીપડાએ દેખા દેતા ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો હતો અને ખેતરે જતા પણ ડર અનુભવી રહ્યા હતા ત્યારે વન વિભાગની ટીમે દીપડાને પાંજરે પુરતા હવે હાશકારો થયો છે.
-Viren Dangrecha.
સુરેન્દ્રનગર, તા.૧૪ સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકાના તરણેતર ખાતે યોજાતા પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ લોકમેળાને વરસાદી…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી નિમિત્તે શહેરની મધ્યમાં આવેલ આર્ટસ કોલેજના ગ્રાઉન્ડમાં યોજાનારા લોકમેળાના આયોજનનો…
Dt. 18.07.2026. સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત અંદાજે રૂ. ૧૫૦૦ કરોડના જમીન કૌભાંડ મામલે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો…
સુરેન્દ્રનગર જીલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે ભોગાવો નદી પર થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ…
સુરેન્દ્રનગર જીલ્લાના બહુચર્ચિત જમીન એન.એ. કૌભાંડમાં દિલ્હીની ઈ.ડી.ની ટીમો દ્વારા તપાસ બાદ દોષિત જાહેર થયેલ…
દસાડાના ખારાઘોડા પાસે રણમાં હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા ખાનગી કંપનીને જમીન ભાડે આપતા છેલ્લા એક…